Feedbacks

મારા ઘરમાં ફાધરને ડાયાબીટીસ– બ્લડપ્રેશર છે તેથી મને મારી ચિંતા થતી હતી. પરંતુ આ ચેકઅપ કરાવ્યા પછી તથા ડૉક્ટરનાં વ્યવસ્થિત માર્ગદર્શનથી મને ખુબજ જાણકારી મળી. હું મારી લાઈફસ્ટાઇલમાં ચેન્જીસ કરીને  ડાયાબીટીસ – બ્લડપ્રેશરને મારા શરીરમાં દાખલ નહી થવા દઉં. સારથિ હોસ્પિટલના ડૉ. અને ટીમને હું આભાર માનું છું.

હું દર સાલ બોડીચેકઅપ કરાવું છુ પરંતુ સૌથી સારી સુવિધાઓ મને સારથિ હોસ્પિટલ માં જોવા મળી. એકદમ ચોખ્ખાઈ અને ડિસ્પોઝેબલ્સ– નવી સિરીંજ – ગલ્વ્ઝનો વપરાસ જોઇને મને ખૂબ શાંતિ થઇ સારથિની ટીમ ને ખુબ અભિનંદન.

મેં ચરોતર – આણંદ ઘણી જગ્યાએ બોડીચેકઅપ થાય છે તેના પ્લાનને ચકાસી જોયા પરંતુ સારથિના A2Z Total Lifestyle Body Check Up પ્લાનમાં જે રીપોર્ટસનો સમાવેશ થાય છે તે અન્ય કોઈ પ્લાનમાં નથી દા.ત. કોમ્પ્યુટરાઇઝડ ટ્રેડમિલ (TMT) હાર્ટના ચેકઅપમાં અનિવાર્ય છે પરંતુ મોટી હોસ્પિટલ – સંસ્થાઓમાં પણ આ રીપોર્ટ થતો નથી. વળી, અહીં ચાર્જીસ પણ સૌને પરવડે તેવો છે. હું તો મારા વર્તુળનો સૌને આ A2Z Health Check Up દરવર્ષે એક વાર કરવાનું કહીશ.

મને આ ચેકઅપમાં સોથી સારી બાબત હોસ્પિટલનું પેશન્ટફ્રેન્ડલી માળખું અને મિલનસાર સ્ટાફ લાગ્યા. દરેક ચેકઅપ વખતે એક રૂમમાં એક જ દર્દીને લેવાને કારણે વ્યક્તિગત ધ્યાન સારું અપાય છે. વળી, ફૂલટાઇમ ડૉક્ટર, થેરાપીસ્ટ અને ડાયેટીશન ઉપલબ્ધ હોવાથી આ ચેકઅપની પ્રક્રિયા પણ ઝડપી છે.